top of page

            ગુફાથી ઘર સુધી પહોંચેલા માનવોને જગતની સર્વ સિધ્ધીઓ પ્રાપ્ત કરવા માટે કોઈને કોઈ અગ્નિ પરીક્ષામાંથી પસાર થવું પડે છે. પરિશ્રમની પરાકાષ્ઠા ના આવે ત્યાં સુધી પ્રારબ્ધનો પ્રારંભ થતો નથી. વિદ્યા જ્યારે જ્ઞાન બને ત્યારે શાળા યજ્ઞ શાળા બની જાય છે. સંસ્થાના કર્મનિષ્ઠ વ્યક્તિઓના કર્મોની આહુતિથી પ્રજ્વલિત સંતકૃપા વિદ્યાલય-નખત્રાણા સર્વે વિદ્યાર્થીઓના કલ્યાણ માટે પ્રાર્થના કરી રહી છે.

વિશ્વએ આજે વિકાસની કેડી કંડારી લીધી છે. શોધ અને સંશોધન જેવા વિરાટ લાગતા શબ્દો આજે નાના લાગવા લાગ્યા છે. સૃષ્ટિ નીત નવી શોધોથી સુશોભિત થઈ રહી છે. 

વિકાસની આ પરાકાષ્ઠા ના ઇતિહાસ પર વિશ્વના માણસો પોતાની સિધ્ધીઓ હાથમાં લઈને ઊભા છે. ત્યારે ઘણા યુવાનો જ્ઞાનના અભાવે મજબૂર થઈ સામાન્ય નોકરીની લાઈનમાં ઊભા છે. કોઈપણ સમાજમાં શિક્ષણ એ સામાજિક નિયંત્રણ તેમજ વ્યક્તિના વિકાસનો માપદંડ છે. વિશ્વના દેશો જે હરીફાઈથી આગળ વધી રહ્યા છે તે જોતા તેની સાથે તાલ મિલાવવા આપણે પણ શિક્ષણ સાથે સંસ્કાર લઈને ચાલવું પડશે. ઉચ્ચ ગુણવત્તા યુક્ત શિક્ષણ સિવાય માણસની ઓળખ એક માણસ તરીકે કરવી શક્ય નથી. માટે જ આપણા જીનામ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા શિક્ષણની આ સાચી પરિભાષાને સાકાર કરવા તેમજ દેશ અને સમાજ માટે ઉચ્ચકક્ષાના તેમજ સંસ્કારી નાગરિકો તૈયાર થાય તે હેતુસર સંતકૃપા વિદ્યાલયનું નિર્માણ કરવામાં આવ્યું. શિક્ષણની સાથે સહશૈક્ષણિક પ્રવૃત્તિઓને પણ મહત્વ આપી બાળકોના સર્વાંગી વિકાસ માટે પ્રતિબંધ છીએ. પારદર્શકતા એ અમારો પુરૂષાર્થ છે અને અમારી પ્રતિબદ્ધતા છે. બાળકો માટે તમામ વિષયોના જ્ઞાન સાથે પુરૂષાર્થની પરાકાષ્ઠા પર કામ કરશું તેવો અખંડિત વિશ્વાસ આપીએ છીએ.

bottom of page